ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વિસ્ફોટ

 


ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થવા લાગ્યો છે. રાજ્યમાં બે દિવસ બાદ ફરીથી 1500થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,510ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,286 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.05 ટકા થયો છે.

રાજ્યમાં હાલ 14,044 એક્ટિવ કેસ, કુલ કેસ 2 લાખને પાર
રાજ્યમાં અત્યાર સુધીમાં 73 લાખ 89 હજાર 330 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 409ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,892એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 82 હજાર 473 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,044 એક્ટિવ કેસ છે, જેમાંથી 94 વેન્ટિલેટર પર જ્યારે 13,950 દર્દીની હાલત સ્થિર છે.

પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં બીજા લાખ કેસ માત્ર 82 દિવસમાં
માર્ચ મહિનામાં કોરોનાએ રાજ્યમાં દસ્તક આપ્યા બાદ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને આજે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2 લાખ

Post a Comment

વધુ નવું વધુ જૂનું