કોરોનાના વધતા કેસ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં કોરોનાનાની વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી.
પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા દેશોમાં પોઝિટિવ રેટ ઘણો વધ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, જો કોરોનાની આ વેવને અહીં રોકવામાં ન આવી તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે.
આપણા દેશમાં પણ કેટલાક સ્થળોએ માસ્કના નિયમોનું પાલન નથી થતું. તંત્ર આ મામલે ગંભીરતા દાખવે, આપણે જનતાને ભયના માહોલમાં નથી મુકવાની. આપણે જે સફળતા મેળવી છે તેને બેદરકારીમાં ન ફેરવો.
જ્યાં જરૂર પડે ત્યાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવે. કેટલાક રાજ્યમાં રેપીડ ટેસ્ટના ભરોસે જ ગાડી ચાલે છે.
PM મોદીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ, કેરળ, છત્તીસગઢમાં RT-PCR ટેસ્ટ વધારવા પડશે. દેશ ટ્રાવેલ માટે ખુલી ચૂક્યો છે. વિદેશમાંથી આવતા મુસાફરોના સર્વેલન્સની જવાબદારી વધી છે.
વેક્સિન મુદ્દે PMએ કહ્યું કે એક દિવસમાં દેશમાં 20 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે.
સાથે જ કહ્યું કે ઉત્તરપ્રદેશ અને કેરળમાં વેક્સિન વેડફાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનનો પુરતો ઉપયોગ થાય તેની વ્યવસ્થા બનાવે. વેક્સિન લીધી હોય તો નિયમોનું પાલન કરવું પડશે.
સાથે જ PMએ રાજ્યોને વેક્સિનેશનના સેન્ટર વધારવા માટે પણ નિર્દેશ કર્યો છે.
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સથી થઈ જેમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ મુદ્દે માહિતી આપવામાં આવી.
આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રીની સાથે CS અનિલ મુકીમ, કે કૈલાસનાથન સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીઓની આ બેઠકમાં છત્તીસગઢના CM ગેરહાજર રહ્યા હતા.
إرسال تعليق